IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
About Us
રાજસ્થાન રિફાઈનરીમાં અચાનક આગ: ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા

એક ઘટના સામે આવી બજાણા ગામે યુવાન કૂવામાં પડ્યો, રેસ્ક્યૂ બાદ મૃતદેહ બહાર કાઢાયો

બજાણા ગામે યુવાન કૂવામાં પડ્યો, રેસ્ક્યૂ બાદ મૃતદેહ બહાર કાઢાયોખંભાળિયા તાલુકાના બજાણા ગામ પાસે એક દુઃખદ ઘટના બની છે. મળતી માહિતી મુજબ એક યુવાન કૂવામાં ખાબકી ગયો હતો, અને   શોધખોળ પછી તેનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો. 😔
સ્થાનિક લોકો અને રેસ્ક્યૂ ટીમની મદદથી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
👉 હાલમાં આ બાબતે હજુ સ્પષ્ટ માહિતી આવી નથી કે:
યુવાન અકસ્મિક રીતે કૂવામાં પડ્યો કે
તેમાં બીજુ કોઈ કારણ છે.
પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.જામનગર, ખંભાળિયા ફાયરબ્રિગેડ ટીમ દોડી
ખંભાળિયા તાલુકાના બજાણા ગામમાં આવેલા એક ખેતરમાં કોઈ વ્યક્તિ પડી ગયો હોવાની જાણકારી ખંભાળિયા ફાયરબ્રિગેડને આપવામાં આવ્યા પછી જામનગરથી પણ ફાયરબ્રિગેડની ટીમ નિમેષ પ્રજાપતિ સહિતના ફાયરના જવાનો સાથે બજાણા ધસી ગઈ હતી. ત્યાં આવેલા કૂવામાં સીડી ઉતારી ફાયરના જવાનોએ શરૂ કરેલી શોધખોળમાં અંદરથી રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા (ઉ.વ.૩૬) નામના યુવાન મળી આવ્યા હતા. આ યુવાનને બહાર કાઢી લેવાયા પછી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકના પરિવારનો સંપર્ક કર્યો છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ