IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
About Us
રાજસ્થાન રિફાઈનરીમાં અચાનક આગ: ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા

ચોકલેટની લાલચ આપી બાળકી સાથે બીભત્સ ચેનચાળા: 55 વર્ષીય વોચમેનની ધરપકડ

ગુજરાતમાં ફરી એકવાર બાળ સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લામાં એક 55 વર્ષીય વોચમેન દ્વારા બાળકી સાથે અશોભનિય વર્તન કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે.
માહિતી અનુસાર, મૂળ કુકસ ગામનો વતની અને છેલ્લા 15 વર્ષથી સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતો મણી લક્ષ્મણભાઈ રાવતે સોસાયટીમાં રમી રહેલી એક નિર્દોષ બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ તેણે એકાંતનો લાભ લઈ બાળકી સાથે અશોભનિય હરકતો કરી હતી.
આટલું જ નહીં, આરોપીએ બાળકીને ધમકી પણ આપી હતી કે જો તે કોઈને આ વિશે કહેશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. જોકે, બાળકીએ હિંમત દાખવી અને આ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરી હતી.
પરિવારજનોએ તાત્કાલિક મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા તરત જ તપાસ હાથ ધરી હતી. સોસાયટીના CCTV ફૂટેજ તપાસતા આરોપીની કરતૂત સ્પષ્ટ રીતે સામે આવી હતી.
પુરાવા મળતા જ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મણી રાવતને ઝડપી લીધો હતો. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધ્યા છે, જેમાં છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી જેવી કલમોનો સમાવેશ થાય છે. આરોપીને જેલમાં મોકલી દેવાયો છે અને આગળની તપાસ ચાલી રહી છે.
આ ઘટના ફરી એકવાર સમાજમાં બાળ સુરક્ષા અંગે સવાલો ઊભા કરે છે. માતા-પિતાએ બાળકોને સુરક્ષિત રાખવા અને આવા બનાવો સામે અવાજ ઉઠાવવા માટે જાગૃત રહેવું જરૂરી બની ગયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ