IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
About Us
રાજસ્થાન રિફાઈનરીમાં અચાનક આગ: ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો
ગુજરાતમાં Uniform Civil Code બિલ પસાર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
શીર્ષક: “છેલ્લો મેસેજ – ભાગ 3: અંતિમ સત્ય”
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા

ટ્રાફિક ચેકિંગ દરમિયાન ઉગ્ર ઘર્ષણ, દ્વારકામાં હવામાં ગોળીબાર

દ્વારકા બ્રેકિંગ: ટ્રાફિક મુદ્દે ઘર્ષણ બાદ પોલીસનું હવામાં ફાયરિંગ, 7 સામે ગુનો નોંધાયો
Dwarka માં ટ્રાફિક નિયમન મુદ્દે પોલીસ અને બાઈક ચાલકો વચ્ચે થયેલો વિવાદ ઉગ્ર બનતા વાતાવરણ તંગ બન્યું હતું. મળતી માહિતી મુજબ, ગઈ કાલે Gujarat Police ના અધિકારીઓ ટ્રાફિક નિયમન કામગીરી દરમિયાન કેટલાક બાઈક ચાલકો સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોવાની આશંકા વચ્ચે એક પોલીસ અધિકારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી અંદાજે 3 થી 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મામલો શાંત પડ્યા બાદ પોલીસે સાત વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી Gujarat Police અથવા સંબંધિત પોલીસ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર મીડિયા નિવેદન આપવામાં આવ્યું નથી. ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ