IPL 2026 ની શરૂઆત: આજની મોટી મેચ RCB vs SRH
10 પછી Diploma કે Degree – કયું છે Best Career Option?
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે મોટી રાહત! હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું પહેલું LNG ટેન્કર
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, દુશ્મનો માટે મોટો ખતરો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના એકસમાન ભાવની માંગ, કારખાના શરૂ કરવા સરકારની દરમ્યાનગીરી જરૂરી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા
પેટ્રોલનો વિકલ્પ તૈયાર! હવે ભારત તરફ આગળ વધશે E85 અને E100 ઈંધણ યુગ
ઈરાનની 90% યુરેનિયમ સંવર્ધનની ધમકીથી દુનિયામાં ચિંતા, શું ફરી ભભૂકી શકે અમેરિકા-ઈરાન યુદ્ધ?
ગુજરાતમાં વધી રહેલી ગરમી: બચવા માટે અપનાવો આ સરળ ઉપાયો

વેકેશનમાં બાળકો માટે ‘પર્યાવરણની પાઠશાળા’: રાજકોટમાં પ્રકૃતિ સાથે શીખવાનો અનોખો પ્રયાસ



વેકેશન એટલે માત્ર મોજ-મસ્તી, મોબાઇલ ગેમ્સ અને ટીવીનો સમય નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટેનો એક સારો અવસર પણ બની શકે છે. આજના આધુનિક યુગમાં બાળકો ટેક્નોલોજી સાથે વધુ જોડાઈ રહ્યાં છે, જ્યારે પ્રકૃતિથી તેમનું અંતર વધી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજકોટની “નેચર એન્ડ એડવેન્ચર ક્લબ” છેલ્લા પાંચ વર્ષથી એક અનોખી પહેલ કરી રહી છે, જેમાં બાળકોને પ્રકૃતિની નજીક લાવી પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવામાં આવે છે.
9 થી 12 વર્ષના બાળકો માટે શરૂ કરાયેલી આ ‘પર્યાવરણની પાઠશાળા’માં વહેલી સવારથી જ બાળકો કુદરતના ખોળે રમતાં-શીખતાં અનેક પર્યાવરણીય બાબતોની સમજ મેળવે છે. વૃક્ષો, વનસ્પતિ, પક્ષીઓ, ઋતુચક્ર, બીજ સંગ્રહ, સફાઈ અને વૃક્ષઉછેર જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જીવંત શિક્ષણ આપવામાં આવે છે.
આ અભિયાન અંગે સુરેજા જણાવે છે કે, “અમે બાળપણથી જ પ્રકૃતિની નજીક રહ્યાં હોવાથી વિવિધ વૃક્ષો, ઔષધિય વનસ્પતિઓ, પશુ-પક્ષીઓ અને તેમના માળા જેવી બાબતો સાથે પરિચિત હતાં. પરંતુ નવી પેઢીના બાળકોમાં આ જ્ઞાનનો અભાવ જોવા મળ્યો. ઘણા યુવાનો ગરમાળો, સીસમ, વડ, પીપળા જેવા પરંપરાગત વૃક્ષોને ઓળખતા પણ નહોતાં. ત્યારે સમજાયું કે બાળકોમાં પર્યાવરણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસાવવો ખૂબ જ જરૂરી છે.”
આ જ વિચારથી પાંચ વર્ષ પહેલા ‘પર્યાવરણની પાઠશાળા’નો પ્રારંભ થયો. ક્લબ દ્વારા 11 વર્ષ પહેલા વિકસાવવામાં આવેલ મિયાવાકી જંગલ આજે બાળકો માટે જીવંત લેબોરેટરી સમાન બન્યું છે. અહીં રવિવારની વહેલી સવારે બાળકોને લઈ જઈને પ્રકૃતિના વિવિધ તત્વોનો પરિચય કરાવવામાં આવે છે.
બાળકોને માત્ર પુસ્તકિય જ્ઞાન નહીં, પરંતુ પ્રેક્ટિકલ રીતે શીખવવામાં આવે છે. વૃક્ષોની ઓળખ કેવી રીતે કરવી, વિવિધ પ્રકારના બીજ કેવી રીતે સંગ્રહિત કરવા, ઔષધિય છોડની ઉપયોગિતા શું છે, પક્ષીઓના નામ અને તેમની વિશેષતાઓ શું છે – જેવી નાની-નાની બાબતો ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવે છે.
આ ઉપરાંત બાળકોને પક્ષીઓના માળા બનાવવાની પદ્ધતિ, વૃક્ષારોપણ અને તેની દેખરેખ, પાણી બચત, કુદરતી સ્થળોની સફાઈ અને પર્યાવરણનું સંરક્ષણ જેવી જવાબદારીઓ પણ શીખવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓના કારણે બાળકોમાં માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના પણ વિકસે છે.
આજના સમયમાં બાળકોનો મોટો સમય મોબાઇલ અને સોશિયલ મીડિયા પર પસાર થાય છે. જેના કારણે તેઓ કુદરતી વાતાવરણથી દૂર થઈ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં “નેચર એન્ડ એડવેન્ચર ક્લબ” જેવી પહેલ બાળકોને પ્રકૃતિ સાથે ફરી જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થઈ રહી છે.
પર્યાવરણવિદોના મત અનુસાર, બાળપણથી જ જો બાળકોને પ્રકૃતિ સાથે જોડવામાં આવે તો તેઓ ભવિષ્યમાં વધુ જવાબદાર નાગરિક બની શકે છે. વૃક્ષોનું મહત્વ, પાણીનું સંરક્ષણ અને જૈવ વૈવિધ્ય વિશેની સમજ બાળકોના મનમાં નાની ઉંમરે જ વિકસે તો તેઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
ક્લબ દ્વારા અત્યાર સુધી રાજકોટના 5000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. આ બાળકો આજે પર્યાવરણ જાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનમાં સક્રિય રીતે જોડાઈ રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં પણ નાના ગાર્ડન બનાવવાની શરૂઆત કરી છે.
આ પહેલ માત્ર એક ક્લબની પ્રવૃત્તિ નથી, પરંતુ આવનારી પેઢીને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો એક મિશન છે. આજના પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના સમયમાં આવી પ્રવૃત્તિઓનું મહત્વ અનેકગણું વધી ગયું છે.
વેકેશન દરમિયાન બાળકોને જો કુદરત સાથે સમય પસાર કરવાની તક મળે તો તેઓ માત્ર નવી બાબતો શીખે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ વધુ તંદુરસ્ત બને છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહેતા બાળકોમાં સર્જનાત્મકતા, શાંતિ અને જવાબદારીનો વિકાસ થાય છે.
રાજકોટની આ અનોખી પહેલ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. જો દરેક શહેરમાં આવી ‘પર્યાવરણની પાઠશાળા’ શરૂ થાય તો ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણ માટે વધુ જાગૃત અને જવાબદાર પેઢી તૈયાર થઈ શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ